• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


4/12/14

STD.7 HINDI SEM-2 NI BOOK MA 32 PAGES GAYAB

ધોરણ-૭ના ૫૦ હજાર હિન્દીના પુસ્તકમાંથી ૩૨ પાનાં ગુમ થયા પાઠયપુસ્તકના છાપકામથી માંડીને વિતરણમાં છબરડા માટે પાઠયપુસ્તક મંડળ જાણીતું છે. તાજેતરમાં જ ધોરણ-૭ના બીજા સેમેસ્ટરના હિન્દી વિષયના ૫૦ હજાર જેટલાં પાઠયપુસ્તકમાં ૩૨ પાનાં ગુમ થઈ ગયાં હોવાની ગરબડ બહાર આવી છે. જ્યારે વર્ષ ૨૦૧૪નાં પાઠયપુસ્તકમાં કોઈ ભૂલ ન હોવાની કહી અગાઉના વર્ષના પુસ્તકમાં ભૂલ રહી ગઈ હોવાનું પાઠયપુસ્તક મંડળના સત્તાધીશો જણાવી રહ્યા છે. ધોરણ-૭ના બીજા સેમેસ્ટરના હિન્દી વિષયનું પાઠયપુસ્તક બજારમાં આવ્યાં હતાં, તેમાંથી ૫૦ હજાર જેટલાં પુસ્તકમાં પાનાં ગુમ થઈ ગયા છે. પાઠયપુસ્તકમાં પાના નંબર ૧૬ પછી સીધું ૪૯ નંબરનું જ પાનું આવે છે. એટલે કે વચ્ચેનાં ૩૨ પાનાં ગુમ થઈ ગયાં છે. ગુમ થયેલાં પાનાંવાળાં પાઠયપુસ્તક હાથમાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ભાવનગરની પ્રિન્ટિંગ પ્રેસમાં આ પુસ્તકો છાપવામાં આવ્યાં છે અને પ્રિન્ટિંગ પ્રેસ સામે કાર્યવાહી થઈ શકે તેમ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વધુમાં પાઠયપુસ્તક દ્વારા નવાં છપાવાયેલાં હિન્દીનાં પુસ્તકોમાં આ પ્રકારની ભૂલ ન હોવાનું પણ સૂત્રો કહી રહ્યાં છે. જોકે, વર્ષ ૨૦૧૩માં છપાયેલાં પુસ્તકોમાં ભૂલ રહી ગઈ હોવાથી આ સ્ટોક વેચવા કાઢયો હોવાથી ભૂલ ધ્યાને આવી છે. મંડળનાં સત્તાવાર સૂત્રોએ પણ નવાં પુસ્તકોમાં કોઈ ભૂલ ન હોવાનું કહી અગાઉનાં વર્ષનાં પુસ્તકમાં ભૂલ રહી હોવાની શક્યતા દર્શાવી હતી. બીજી તરફ ૫૦ હજાર જેટલાં પુસ્તકમાં આવી ભૂલ બહાર આવી હોવાથી હવે આ પુસ્તકો પસ્તી થઈ જશે. સેમેસ્ટર-૨ના એક પુસ્તકની કિંમત ૨૨ રૂપિયા છે ત્યારે ૫૦ હજાર પુસ્તકની કુલ કિંમત ૧૧ લાખ જેટલી થાય છે. પ્રિન્ટિંગ પ્રેસની ભૂલને કારણે હવે ૧૧ લાખ રૂપિયાનાં પુસ્તકો પસ્તીમાં આવી દેવાની ફરજ પડશે. 'પુસ્તકમાં ઓછાં પાનાં હોવાની ફરિયાદ મળતાં તપાસ કરાવી હતી. ૨૦૧૪નાં પુસ્તકોમાં આવી ભૂલ હોય તેમ જણાતું નથી. કોઈ વેપારી પાસે ભૂલવાળાં જૂનાં પુસ્તકો હોય તેવું બની શકે.