• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


4/12/14

12000 SHIXAKO NA CCC CERTIFICATE NI TAPAS NO AADESH

૧૨,૦૦૦ શિક્ષકોના CCC સર્ટિ.ની તપાસનો આદેશ જિલ્લાના સરકારી કર્મચારીઓએ બોગસ સી.સી.સી. ર્સિટ.ના આધારે ઉચ્ચતર પગારના લાભ લીધાના અહેવાલ પ્રસિદ્ધ થયા પછી સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા બંનેે જિલ્લાના ૧ર,૦૪૯ પ્રાથમિક શિક્ષકોમાંથી જે શિક્ષકોએ સી.સી.સી. પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરી સેવાપોથીમાં નોંધ કરાવી છે તેવા તમામ પ્રમાણપત્રોની તપાસનો આદેશ આપ્યો છે. ૧૪ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી દિન-૧પમાં અહેવાલ મેળવી જિલ્લા કચેરીએ મોકલી આપવાનું કહેણ આવતાં મોટી ખાયકી કરી સેવાપોથીમાં બોગસ પ્રમાણપત્રોની નોંધ કરનારા અનેક અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. સીસીસી પ્રમાણપત્રની પરીક્ષા ફરજિયાત પાસ કરે તો જ તેમને ઉચ્ચતર પગારનો લાભ આપવાનો નિર્ણય કર્યા પછી તા.૧૬-૮-૯૪ના ઠરાવ પ્રમાણે ઉચ્ચતર પગાર ધોરણ આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. અનેક લેભાગુ કોમ્પ્યુટર સેન્ટરો દ્વારા ૧૦,૦૦૦ થી ૩૦,૦૦૦ના ભાવે બોગસ સી.સી.સી. પ્રમાણપત્રો કર્મચારીઓએ મેળવી લીધા હતા અને તેમાં શિક્ષકોએ મોટાપાયે આવા પ્રમાણપત્રોના આધારે સેવાપોથીમાં સ્થાનિક તાલુકા કક્ષાએ નોંધ પડાવી ઉચ્ચતર પગારનો લાભ લીધો છે. તા.૩૦ના રોજ 'સંદેશ'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પછી સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. સાબરકાંઠા ડી.પી.ઓ., પી.કે.ત્રિવેદીએ ૧૪ તાલુકાઓના શિક્ષણ અધિકારીઓને તાકીદે પત્ર પાઠવી સેવાપોથીમાં જે શિક્ષકોને સી.સી.સી. પ્રમાણપત્રની નોંધ પડી છે તેની પુનઃ ખરાઈ કરી અહેવાલ શિક્ષણ સમિતિને મોકલી આપવા જણાવાયું છે.