New ODI Rules In 2015 Cricket World Cup - વર્લ્ડ કપ 2015 માં આવ્યા છે છ ( 06 ) નવા નિયમો
વર્લ્ડ કપ 2015 શરૂ થવાના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે, તેમ તેમ પ્રશંસકો વચ્ચે રોમાંચ વધી રહ્યો છે. આઈસીસી આ વર્લ્ડ કપ માં હજુ દર્શકોની સંખ્યા વધારવા માગે છે. વર્લ્ડ કપ 1975 થી વર્લ્ડ કપ 2011 સુધી દર્શકોની સંખ્યા 47 ટકા વધી છે.આઈસીસી હજુ આ આંકડો વધારવા માંગે છે. આ માટે આઈસીસી એ તૈયારી કરી લીધી છે અને આ વર્લ્ડ કપ ને બીજા વર્લ્ડ કપ કરતા રોમાંચક બનાવવા માંગે છે. વન-ડે મેચને રોમાંચક બનાવવા અએસીસીએ કેટલાક નિયમો બનાવ્યા છે. જાણકારોના માટે આ નવા નિયમો થી ક્રિકેટનો મહાકુંભ વધારે રસપ્રદ બનશે. ક્રિકેટ ટીમો માટે આ પડકાર વધી જશે પણ દર્શકોને મજા આવશે.
