• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


24/9/16

MAKE YOUR OWN EDUCATIONAL VIDEO AT ANYTIME.....

નમસ્કાર

આજની પ્રાથમિક શાળાઓ પણ ટેકનોલોજીના વપરાશમા ઘણી આગળ વધી રહી છે.ઘણા શિક્ષક મિત્રો પોતે આ કાર્યમા ઘણુ યોગદાન આપી રહ્યા છે.પોતે ઘણી મહેનત કરી વર્ગખંડમાં ઉપયોગી થાય તેવુ સરસ મજાનુ સાહિત્ય તૈયાર કરી રહ્યા છે. જેમા આજ કાલ ઇ-મટેરિયલ્સનો બહોળા પ્રમાણમા વ્યાપ થયો છે.ઘણા મિત્રો સરસ શૈક્ષણિક વિડિયો,પીડીએફ ફાઇલ,ક્વિઝ, ટેસ્ટ વગેરે તૈયાર કરે છે અને પોતાની શાળામા તેનો ઉપયોગ કરી શૈક્ષણિક કાર્ય કરાવે છે એટલુ જ નહિ પણ સોશિયલ મિડિયાના માધ્યમથી તેઓ આ સાહિત્યને ગુજરાતની અન્ય શાળાઓ સુધી પણ પહોચાડી રહ્યા છે.

આની સામે હજુ ઘણા મિત્રો એવા પણ છે કે જેઓ આવુ સાહિત્ય બનાવવા માટે ઘણા ઉત્સાહી છે પણ તેમને આના વિશે ઓછી માહિતિ છે અથવા તો તેમને પુરતુ માર્ગદર્શન મળતુ નથી. અહી આવા મિત્રો માટે જ ખાસ આ પોસ્ટ લખી રહ્યો છુ.

મિત્રો આજે શાળામા ઘણા ઉત્સવો અને કાર્યક્રમો ઉજવાય છે અને તેનુ વિડિયો રુપાંતર કરી તેની માહિતિ મોકલવાની થતી હોય છે. તેમજ આપણે આપણા વર્ગખંડ માટે ઘણી વખત કોઇ પ્રકરણને સમજાવવા માટે કોઇ વિડિયોની જરુર પડતી હોય છે ત્યારે આપણને એવુ થાય કે કાશ આપણે પણ આવા સરસ વિડિયો બનાવી શકતા હોત.

મિત્રો હુ આજે અહિ આ પોસ્ટમા આવા વિડિયો બનાવવા માટેના એક સરસ મજાના સોફ્ટવેર વિશે માહિતિ આપી રહ્યો છુ.જે એકદમ ફ્રી સોફ્ટવેર છે અને તેને ખુબ જ સરળતાથી વાપરી પણ શકાય છે.તેના દ્વારા તમે તમારી જાતે સરસ અને આકર્ષક વિડિયોનુ નિર્માણ કરી શકો છો અને તે પણ કોઇ મોટા ટેકનિકલ જ્ઞાન વગર.આ સોફ્ટવેર ઇંટરનેટ પરથી કેવી રીતે ડાઉનલોડ કરવો અને કેવી રીતે તમારે તમારા કોમ્યુટરમા ઇંસ્ટોલ કરવો તેમજ તેના દ્વારા કેવી રીતે વિડિયો બનાવવા તેની સંપુર્ણ માહીતિ મળી રહે તે માટે થોડા વિડિયો બનાવેલ છે જે તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોઇ શકશો.

તો તૈયાર થઇ જાઓ તમારા પોતાના શૈક્ષણિક વિડિયો બનાવવા માટે અને આ વિડિયો દ્વારા તમારા વર્ગખંડને જિવંત બનાવવા માટે.........

for more details....
CLICK HERE