• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


16/12/14

TODAYS NEWS FLASH

કચ્છના દુર્ગમ વિસ્તારોમાં 231 પ્રા. શિક્ષકો નિયુક્ત ભુજ : દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષક ઘટ્ટ નિવારવાના રાજ્ય સરકારના પ્રયત્નોથી ખાસ કિસ્સામાં કચ્છ જિલ્લાના પાંચ તાલુકામાં 259 જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી. જે પૈકી 231 જગ્યાઓ માટે આજે જિ.પં. પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેનના હસ્તે નિમણૂંક હુકમો અપાયા હતા. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ આપેલી વિગતો મુજબ કચ્છના શિક્ષક ઘટ્ટવાળા મુખ્ય પાંચ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણા, ભુજ અને માંડવી કુલ 259 જગ્યાઓ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. જે પૈકી 231 ગુરુજનોએ નિમણૂંકના હુકમો જિ.પં. પ્રમુખ ત્રિકમભાઇ છાંગા અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઇ પારસિયાના હસ્તે સ્વીકાર્યા હતા. આ નિમણૂંકોમાં કુલ 26 ઉમેદવારો ગેરહાજર રહ્યા અને બે જણાએ સ્થળ ના પસંદ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકો દુર્ગમ વિસ્તારોમાં નિમણૂંકો મેળવી બદલી કરાવી લેતા હોય છે. તેથી આ નિમણૂંકો વાળા શિક્ષકો દશ વર્ષ સુધી તાલુકામાં જ રહેવાનું થશે અન્ય તાલુકામાં કે જિલ્લા ફેરબદલી કરી શકશે નહિ. આ પ્રક્રિયામાં શિક્ષણાધિકારી મુકેશભાઇ પટેલ, ના.જિ.પ્રા.શિ. ઉમેશભાઇ રૂગાણી, શિક્ષક સમાજના રામસંગજી જાડેજા, દિનેશ શાહ, હરિસિંહ જાડેજા કચેરીના હેડ કલાર્ક હરેશ જોશી, ભાવેશ ઠક્કર, ધીરુ ઠક્કર, રોહિત ગોર સહયોગી રહ્યા હતા.