• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


14/12/14

TODAYS NEWS FLASH

Kutch: રપ૯ વિદ્યાસહાયકોની નવી ભરતી માટે સ્થળ પસંદગીનો કેમ્પ ભુજ : આવતીકાલે તા. ૧પ-૧ર-૧૪ને સોમવારના સવારના ૯ઃ૩૦ કલાકે ભુજના સહયોગ હોલમાં કચ્છના પાંચ તાલુકાઓમાં ધોરણ ૧થી પમાં રપ૯ વિદ્યાસહાયકોની નવી ભરતી માટેનો સ્થળ પસંદગીનો કેમ્પ યોજાયો છે. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કેશુભાઈ પારસિયા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા અને મહામંત્રી દિનેશભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાનારા સ્થળ પસંદગીના આ કેમ્પમાં નખત્રાણા તાલુકાની પ્રા. શાળામાં ૬૯, અબડાસા તાલુકાની પ્રા. શાળાઓમાં ૬૦, લખપત તાલુકાની શાળાઓમાં પ૦, ભુજ તાલુકાની પ્રા. શાળાઓમાં ૪૦ અને માંડવી તાલુકા પ્રા. શાળાઓમાં ધોરણ ૧થી પ માટે ૪૦ વિદ્યાસહાયકો મળી કુલ રપ૯ વિદ્યાસહાયકોને નિમણૂંક ઓર્ડર આપવામાં આવશે. સોમવારે નિમણૂંક પામનાર આ વિદ્યાસહાયકોની ૧૦ વર્ષ સુધી બદલી નહીં થાય આ નિમણૂંકના કારણે કચ્છના પાંચ તાલુકામાં ધોરણ ૧થી પ માટે ઘટનો મહદઅંશે હલ થશે તેવો આશાવાદ રાજ્ય સંઘના સંગઠનમંત્રી હરિસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમાજના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા અને ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યું હતું.