• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


13/12/14

TODAY'S NEWS FLASH

સામાજિક વિજ્ઞાાનની ભરતી મુદ્દે શિક્ષણ વિભાગને શો-કોઝ નોટિસ. www.aravrathod.blogspot.in -સામાજિક વિજ્ઞાાનની ભરતી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારના શિક્ષણ વિભાગને શો-કોઝ નોટિસ ફટકારી હોવાનુ જાણવા મળ્યુ છે.દરમિયાન સમાજિક વિજ્ઞાાન હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આગામી તા.૧૪ સવારના ૧૧ કલાકે પીલ ગાર્ડન, ભાવનગર ખાતે બેઠક રાખવામાં આવી છે.આ બેઠકમાં સામાજિક વિજ્ઞાાનના ઉમેદવારો ઉપસ્થિત રહીને આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડશે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર,ઉચ્ચત્તર પ્રાથમિકમાં અન્ય વિષયોની તુલનામાં સામાજિક વિજ્ઞાાન સાથે બી.એડ. થનારા છાત્રોને ભરતીમાં થઈ રહેલા અન્યાય મામલે અનેકવાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવા છતા કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ભોગગ્રસ્ત સામાજિક વિજ્ઞાાન વિષયના છાત્રો હાઈકોર્ટના શરણે જઈને રીટ દાખલ કરીને ન્યાયની ઝંખના કરી હતી. દરમિયાન સામાજિક વિજ્ઞાાન વિષયની ભરતીના મુદ્દે હાઈકોર્ટે સરકારના શિક્ષણ વિભાગને શો-કોઝ નોટિસ ફટકારી હતી.અને વધુ સુનાવણી આગામી તા.૧૬મી મુકરર કરી હતી.હાઈકોર્ટની આગામી સુનાવણી અને અન્યાય મામલે વધુ રણનીતિ ઘડવા માટે ભાવનગર જિલ્લા સામાજિક વિજ્ઞાાન હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આગામી તા.૧૪ના રવિવારના સવારના ૧૧ કલાકે શહેરના પીલ ગાર્ડન,જિલ્લા પંચાયત નજીક, ભાવનગર ખાતે એક બેઠક રાખવામાં આવી છે.આ બેઠકમાં હાઈકોર્ટમાં વધુ લડત કઈ રીતે લડવી.?સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.સામાજિક વિજ્ઞાાન વિષના ઉમેદવારોનો હક છિનવાઈ રહ્યો છે.માનવ અધિકારનો ભંગ થઈ રહ્યો હોવાનો લાયક ઉમેદવારો બળાપો ઠાલવી રહ્યા છે.જોકે હવે આગામી તા.૧૬ પર સૈાની મિટ મંડાઈ છે.