• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


3/12/14

STD.8 ENGLISH MA DHONGI BABA THI BACHVANA LESSONS

ધો.8 અંગ્રેજીમાં બાબાઓથી બચવાનો પાઠ, ખોટાઓને ખુલ્લા પાડતો અભ્યાસક્રમ -રામપાલ, આસારામ જેવા કૌભાંડી બાબાઓ અને ખોટા મહાત્માઓને ખુલ્લા પાડતો અભ્યાસક્રમ 21મી સદીમાં વિદ્યાર્થીઓને રામપાલ, આસારામ જેવા ઢોંગી બાબાઓથી સાવચેત કરવાના હેતુથી અભ્યાસક્રમ પણ તે રીતનો બની રહ્યો છે. હાલમાં દિવાળી પછીના દ્વિતીય સત્રમાં બદલાયેલા અભ્યાસક્રમમાં ધોરણ-8ના અંગ્રેજીમાં લંપટ સાધુનો પાઠ મુકવામાં આવ્યો છે. જેમાં હિમાલયની સાધનાને નામે ધનવાન બનાવતા, સ્વર્ગના રસ્તા બનાવતા આ મહાત્માને લોકો ઉઘાડો પાડે છે. તાજેતરમાં દ્વિતીય સત્રના અંગ્રેજીના પાઠ્યપુસ્તકો બદલાવવામાં આવ્યા છે. જેમાં ધો.8ના પ્રથમ એકમમાં જ આ પાઠ સમાવવામાં આવ્યો છે. જેનું નામ ‘એ કિ ટુ હેવન’ (સ્વર્ગની ચાવી) રાખવામાં આવ્યું છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાની સાથે આ રીતના બાબા-સાધુઓને પણ ઓળખે તેવો સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યો છે. આ એકમમાં હિમાલયથી સાધુ-મહારાજ ગામમાં આવ્યા હોય છે અને તેમાં ‘તેનાલી રામન’ જેવા પાત્રો પણ મુકવામા આવ્યા છે. અત્યારે સમાજમાં આ પ્રકારનાં પાઠ તંદુરસ્ત ભવિષ્ય માટે જરૂરી છે. સારા ગુણ મેળવવા સાધુ પાસે જશો ?!? વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે જાગૃત કરાતા હોય તે રીતે મુખ્ય પાઠ બાદની પ્રશ્નોત્તરીમાં પણ એ પ્રકારના પ્રશ્નો મુકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછયા છે કે પરીક્ષામાં સારા ગુણ મેળવવા શું તમે કોઈ સાધુ-મહાત્માઓને શરણે જશો ? ઉપરાંત પૈસાદાર બનવા કે સારી નોકરી મેળવવા કે હંમેશા તંદુરસ્તી મેળવવા ખરેખર શું કરવું જોઈએ તેવો બોધ પણ આપવામાં આવ્યો છે. આવું છે પાઠનું મૂળ કથાનક.. હિમાલયથી સાધના કરીને આવેલા એક સાધુ ગામમાં લોકોને તંદુરસ્ત બનાવવા, પૈસાદાર બનાવવા, સુખી કરવા માટે ભેટ સ્વીકારીને પૂજા-પાઠ કરે છે. રાજાને તેની ખબર પડતા તેના સચિવ તેનાલી રામનને આ સાધુ ઉપર નજર રાખવા જણાવે છે. તેનાલી ત્યાં પહોંચીને પોતાને સ્વર્ગની સીડી બતાવવા કહે છે અને તે માટે બાબાની દાઢીમાંથી એકવાળ પ્રસાદીરૂપે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બુદ્ધિચાતુર્યથી તેનાલી સૌ ગામલોકોને સ્વર્ગમાં જવા તેની દાઢીમાંથી વાળ ઉપર વાળ, વાળ ઉપર વાળ ખેંચાવતા જાય છે. છેવટે આ લંપટ બૂમ-બરાડા મારતો ભાગી છૂટે છે. સમાજના મૂલ્યો જળવાઈ તેવો હેતુ પાઠ્યપુસ્તકોમાં સમાજના મૂલ્યો જળવાઈ રહે તેવા પાઠ મુકવાનો અમારો પ્રયાસ છે. દિવાળી બાદના આ સત્રમાં અંગ્રેજીના નવા પાઠ્યપુસ્તકમાં પણ એ જ માપદંડ જાળવ્યો છે. વિદ્યાર્થીઓ સમાજના અંગ છે, ત્યારે તેમની જાગૃતિ જરૂરી છે. > નીતીન પેથાણી, કાર્યવાહક પ્રમુખ, રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ