• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


30/11/14

THE GREAT TEACHER OF GUJRAT

જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. માય સ્કુલ ઇ સ્કુલ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છ જિલ્લાની ધો-૮નો વર્ગ ધરાવતી ૨૬૮ પ્રાથમિક શાળાઓને આવરી લેવામાં આવી હતી. લોક ભાગીદારીથી તૈયાર કરેલા પ્રોજેક્ટમાં શિક્ષકો અને બાળકોની હાજરી ઉપરાંત શિક્ષકોની ર્સિવસબુકોને સ્કેન કરીને ઓનલાઇન મુકવામાં આવી છે. જેની પાછળ અંદાજે દોઢેક લાખનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક શાળાનું સંચાલન કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એમ.રાઠોડ જ્યારે તેઓ કચ્છમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમણે ખાનગી કંપનીઓના સહયોગથી માય સ્કુલ ઇ સ્કુલ પ્રોજેક્ટ અમલી કર્યો હતો. લોક ભાગીદારીથી અંદાજે દોઢેક લાખના ખર્ચે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ થકી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની વેબસાઇટ બનાવવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લામાં ધો-૮ના વર્ગો ધરાવતી ૨૬૮ પ્રાથમિક શાળાઓમાં નેટ કનેક્શન આપવામાં આવ્યા હતા.નેટના કનેક્શન આપ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની હાજરી ઓનલાઇન પુરવા માટે ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કર્યું હતું. આ સોફ્ટવેર ધો-૮ના વર્ગો ધરાવતી શાળાઓમાં ફીટ કરવામાં આવ્યું હતું. આથી શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો શાળામાં હાજર છે કે નહી તેની પણ અધિકારી ગમે ત્યાં બેસીને વેેબસાઇટ ઉપરથી જોઇ શકે છે. ઉપરાંત વાલી પણ પોતાનું બાળક શાળામાં ગયું છે કે નહી તે પણ વાલી વેબસાઇટ ઉપરથી નિહાળી શકે તેવું આયોજન કરાયું હતું. આ પ્રોજેક્ટમાં શિક્ષકો અને બાળકોની હાજરી ઉપરાંત શિક્ષકો માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના દસ હજાર પ્રાથમિક શિક્ષકોની ર્સિવસબુકને સ્કેન કરીને વેબસાઇટમાં ઓનલાઇન મુકવામાં આવી હતી. જોકે ર્સિવસ બુક માટે દરેક શિક્ષકો માટે અલગ-અલગ પાસવર્ડ આપવામાં આવ્યો હતો. આથી શિક્ષકો પણ પોતાની ર્સિવસ બુકની માહિતી ઘરે બેઠા પણ જોઇ શકે છે. ઉપરાંત રજા, ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ સહિતની નોંધ ર્સિવસબુકમાં કરવામાં આવી છે કે નહી તેની પણ માહિતી શિક્ષકોને મળી શકે તેવું આયોજન કરાયું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આવા ઇનોવેટીવ કાર્ય બદલ કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિભાગ દ્વારા સ્પેશ્યલ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કચ્છમાં કરેલી કામગીરી અંગેનો પ્રોજેક્ટ માનવ સંશાધન વિભાગમાં રજૂ કર્યો છે. આથી તેમને એવોેર્ડથી સન્માન કરવામાં આવશે. આજરોજ મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તેમને અભિનંદન આપતો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.