• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


13/10/14

NEWS ABOUT MCQ SYSTEM FOR STD.1-8

ધોરણ૧થી૮માં એમસીક્‍યુ પદ્ધતિ ટૂંકમાં અમલી બનશે.

તમામ જિલ્લામાં પરીક્ષાની નવી પદ્ધતિનો અમલ થશે : પરિપત્ર જારી કરી તમામ જિલ્લાઓમાં આવેલી સ્‍કુલોને સૂચના આપવામાં આવી : નવા આયોજન ઉપર વિચારણા
અમદાવાદ, તા.૧૩,ગુજરાત રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧ થી ૮ની પરીક્ષાઓમાં એમસીક્‍યુ આધીરીત પરીક્ષા પદ્ધતિ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ અંગે ગુજરાત કાઉન્‍સીલ ઓફ એજ્‍યુકેશન રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગના નિયામકે સત્તાવાર પરિપત્ર જારી કરી ધોરણ-૧ થી ૮માં પરીક્ષામાં એમસીક્‍યુ આધારીત પ્રશ્‍ન પુછવા તમામ જિલ્લામાં સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાત રાજ્‍યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧ થી ૮માં એમસીક્‍યુ આધારીત પરીક્ષા પદ્ધતિનો તમામ જિલ્લામાં એક સાથે અમલ કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અંગે ગુજરાત કાઉન્‍સીલ ઓફ એજ્‍યુકેશન રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગના નિયામક આરબી પુરોહીતે જણાવ્‍યું હતું કે પ્રાથમિક શાળાઓને ધોરણ-૧ થી ૮ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને ઓબ્‍જેક્‍ટીવ પ્રશ્‍નો, જોડણી સહિત એમસીક્‍યુ ટાઈપના પ્રશ્‍નો પુછવા સૂચના આપવામાં આવી છે.
પરીક્ષા લેવાનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ પ્રત્‍યે ગંભીર થાય છે પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સારી રીતે પ્રદર્શન કરી શકે તે માટે નવો પરિપત્ર જારી કરાયો છે. જેનો રાજ્‍યની તમામ સરકાર અને સ્‍વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ફરજીયાત અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત દરેક શાળાએ ધોરણ-૩ થી ૮નું સત્તાવાર અભ્‍યાસક્રમમાંથી મુલ્‍યાંકન કરવાનું રહેશે. એક સત્રનો અભ્‍યાસક્રમ બીજા સત્રમાં પુછી શકાશે નહીં. આ ઉપરાંત ગુજરાત કાઉન્‍સીલ ઓફ એજ્‍યુકેશન રિસર્ચ એન્‍ડ ટ્રેનિંગના પરિપત્રમાં જણાવ્‍યા પ્રમાણે ધોરણ-૩ થી ૭ના વર્ષાતે અપાતા પ્રગતિપત્રકમાં માત્ર ગ્રેડનો ઉલ્લેખ કરવાનો રહેશે જ્‍યારે ધોરણ-૮ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંનેનો ઉલ્લેખ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી એમસીક્‍યુ આધારીત પ્રશ્‍નપત્ર અંગે વિચારણા ચાલી રહી હતી તેને હવે મંજુરી મળી
ગઈ છે.