• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


26/1/16

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની નવી પહેલ

મિત્રો આપણામાંથી ઘણા શિક્ષક મિત્રો હજુ પણ પોતાનો અભ્યાસ શરુ રાખ્યો હશે અને કદાચ મોટા ભાગના મિત્રો પીએચડી થવા માંગતા હશે અને પોતાના નામ ની આગળ ડોક્ટર શબ્દ લગાવવા માટે ઘણા ઉત્સુક હશે.પરંતુ મોટા ભાગે જોવા એવું મળે છે કે અત્યાર સુધી જે લોકો પીએચડી થયા હોય અને તેમણે જે સાહિત્ય તૈયાર કર્યું હોય તે સામાન્ય લોકો સુધી ઉપલબ્ધ થતું નથી એટલે પીએચડી કરનાર વ્યક્તિએ કેટલી મહેનત થી થીસીસ તૈયાર કરી હશે તે આપણા સુધી પહોંચતી નથી અને તેમના સંશોધન તેમના પૂરતા જ સીમિત રહી જાય છે.

હવે આ વાત માં થોડો ફેરફાર કરવો પડે તેમ છે કેમ કે હવે તમે પણ કોઈના પીએચડી ના થીસીસ ને જોઈ શકશો અને વાંચી પણ શકશો અને તમે તેમાંથી ઘણું બધું શીખી પણ શકશો અને જો તમે પીએચડી કરવા માગતા હો તો તમને તે ખુબ જ મદદરૂપ પણ થશે.


વધુ માહિતી માટે અહી ક્લિક કરો