• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


26/4/15

POLICE EXAM RELATED CANDIDATES INSTRUCTIONS

-ઉમેદવાર માટેની સૂચનાઓ:-

  ૧. પરીક્ષામાં ઉપસ્‍થિત થવા માટે ઉમેદવારે આ પ્રવેશપત્ર અચૂક સાથે લાવવાનું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું રહેશે.
  ૨. ઉમેદવારે પોતાની ઓળખ માટેનો કોઇપણ પૂરાવો જેવો કે, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, પંચાયત / મામલતદારનો દાખલો વિગેરે પોતાની સાથે રાખવો તથા પરીક્ષા દરમ્યન જરૂર જણાયે રજુ કરવાનો રહેશે
  ૩.આ ભરતી સ્પર્ધાત્મક છે. પરીક્ષા દરમ્યાન બીજા ઉમેદવારને નકલથી કે બીજી કોઇપણ રીતે ગેરવાજબી મદદ કરવાથી ભરતીમાં તમારી પસંદગી રદ થવાને પાત્ર થશે.
  ૪. પરીક્ષા આપનાર ઉમેદવારો પરીક્ષા માટે જે તે કેન્દ્ર પર રિપોર્ટ કરે ત્યારે તેઓને, તેઓના બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટની ચકાસણી કરી, પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે અને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ પરીક્ષા કેન્દ્ર છોડી શકશે નહિ. ઉમેદવારોને પાણીની સગવડ પૂરી પાડવામાં આવશે.
  ૫. પરીક્ષાના દિવસે ઉમેદવારે ક્લાક ૦૯.૦૦ વાગે રીપોર્ટ કરવાનો રહેશે. કલાકઃ ૧૦.૩૦ પછી પ્રવેશ મળી શકશે નહીં.
  ૬. આ હેતુલક્ષી પરીક્ષા હોવાથી પરીક્ષાનો સમય પુરો ન થાય ત્‍યાં સુધી પરીક્ષા ખંડ છોડી શકાશે નહીં.
  ૭.આ પરીક્ષા (OMR) (ઓપ્ટીકલ માર્ક રીડીંગ) પધ્ધતિથી થશે. ઉત્તરવહી પ્રશ્નપત્ર સાથે આપવામાં આવશે. ઉત્તરવહીમાં ઉમેદવારોએ તેમના બેઠક નંબર તથા પ્રશ્નપત્ર શ્રેણી યોગ્ય રીતે લખીને OMR પધ્ધતિમાં અચૂકપણે દર્શાવવાના રહેશે. OMR પધ્ધતિની કસોટીની સામાન્ય સમજ મળે તે માટેનો નમૂનો વેબસાઇટ http://ojas.guj.nic.in ઉપર રાખવામાં આવેલ છે, જેનો અચૂક અભયાસ કરવો.
  ૮. OMRSheetમાં ભરવાની થતી વિગતો કોઇપણ ભૂલ કર્યા વગર તેમજ ચેકચાક કર્યા વગર ભરવાની રહેશે. જો ઉમેદવાર ખોટી માહિતી ભરશે તો તે ઉમેદવારની ઉત્તરવહી રદ થવાને પાત્ર થશે.
  ૯. આ પરીક્ષા OMR પધ્ધતિથી લેવાનાર હોઇ, જેના જવાબો પુરી પાડેલ OMR Sheetમાં જ વિકલ્પ પસંદ કરી વર્તુળમાં વાદળી અથવા કાળી બોલ પોઇન્ટ પેનથી સંપુર્ણ ભરી (કાળુ કરી)  l આપવાનો રહેશે.
  ૧૦. ઓ.એમ.આર. (OMR SHEET)ના કોઇ વર્તુળમાં ભુલથી પણ ટપકુ થયું હશે તો પણ કોમ્પ્યુટર એસેસમેન્ટમાં તેને જવાબ ગણી લેવાશે અને તેના કારણે તેને એક થી વધુ જવાબ તરીકે ગણવામાં આવશે અને તે જવાબને ખોટો ગણવામાં આવશે.
  ૧૧. તમને આપવામાં આવેલ ઓ.એમ.આર.(OMR) શીટમાં કોઇપણ પ્રિન્ટીંગની ભુલ નથી તેની ખાતરી કરવી. ભુલ જણાય તો ખંડ નિરીક્ષકના ધ્યાને લાવવી.
  ૧૨. OMR Sheetમાં કોઇપણ જગ્યાએ કોઇ ચિહ્ન/નિશાન કે અન્ય કોઇ વિગત દર્શાવવાની નથી. આવી વિગત દર્શાવનાર ઉમેદવારની ઉત્તરવહી રદ થવાને પાત્ર થશે.
  ૧૩. OMR Sheet ત્રણ પ્રતમાં આપવામાં આવેલ છે. ખંડ નિરીક્ષકે પરીક્ષા પુરી થયા પછી OMR Sheetના પ્રથમ પાના ઉપર ORIGINAL, બીજા પાના ૫ર BOARD COPY લખેલ હોય તે પાના જુદા પાડી જમા લેવા તથા છેલ્લુ પાનું CANDIDATE’S COPY લખેલ હોય ઉમેદવારે પોતાની સાથે લઇ જવુ. નીચેનું પાનું ઉપરના પાનાંની નકલ જ છે. જયાં સુધી નિરીક્ષક આપની પાસે આવીને OMR Sheetના ઉપરના બંને પ્રત પરત ના લે અને પરીક્ષાખંડ છોડવાની પરવાનગી ના આપે ત્યાં સુધી ઉમેદવારે પોતાની જગ્યા પર શાંતિથી બેસવું.
  ૧૪. ઉમેદવાર પ્રશ્નપત્ર પોતાની સાથે લઇ જઇ શકશે. આ પરીક્ષામાં ખોટા જવાબ માટે નેગેટીવ માર્કીંગ પધ્ધતિ નથી
  ૧૫. પુસ્તકો, કાગળ, સાહિત્ય, મોબાઇલ ફોન, કેલકયુલેટર વગેરે જેવા વિજાણું સાધનો રાખવા નહીં. જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો આપો આપ તમો ગેરલાયક ઠરશો. તેમજ આવી વસ્‍તુઓ જપ્ત કરવામાં આવશે.
  ૧૬. ઉમેદવાર નકલ કરતાં અથવા ગેરરીતિ અને ગેરશિસ્ત આચરતાં જણાશે તો ગેરલાયક ઠરશે. જે ઉમેદવાર સરકારી સેવામાં હશે તો સરકારશ્રીને તેવા ઉમેદવાર સામે શિસ્તભંગનાં પગલાં લેવા દરખાસ્ત કરવામાં આવશે.
  ૧૭. પરીક્ષા પુરી થયાના એક સપ્તાહમાં જવાબોની ચાવી(Answer Key) ભરતીની વેબસાઇટ http://www.gprb2015.org ઉપર મુકવામાં આવશે. ઉમેદવાર તે જોઇ પોતે આપેલા ઉત્તરોની ખરાઇ કરી શકશે.
  ૧૮. પ્રશ્‍નપત્ર કે જવાબોની ચાવીમાં કોઇપણ ભુલ જણાય તો મેઇલ એડ્રેસ lokrakshakbharti@gmail.com ઉપર જવાબવહીની ચાવી (Answer Key) વેબસાઇટ ઉપર મૂકવાના ૭૨ કલાકની અંદર જણાવવાનું રહેશે. તે પછી થયેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
  ૧૯. ઉપરની સુચનાઓમાંથી કોઇપણ સુચનાનું પાલન ઉમેદવાર તરફથી નહીં કરવામાં આવે તો તેની ઉત્તરવહી તપાસણી અર્થે ધ્યાનમાં લેવામાં આવશે નહી, અને તેવા ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે.
  ૨૦. ભરતીની જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વિકારવાની છેલ્લી તારીખે નિયત ઉંમર તથા શૈક્ષણિક લાયકાત ધરાવો છો તે શરતે જ આપને તદૃન કામચલાઉ ધોરણે આપના અરજી ફોર્મની ચકાસણી કર્યા સિવાય આપની જવાબદારી પર પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવે છે. જો કોઇપણ તબકકે એમ જણાશે કે આપ નિયમો પ્રમાણે ઉંમર, શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી તો આપ કસોટીમાં બેઠા હશો અને પાસ જાહેર થશો, તો પણ ઉમેદવાર તરીકે ગેરલાયક ગણાશો.
  ૨૧. ભરતી પ્રક્રિયામાં કોઇપણ ભુલને કારણે ઉમેદવારની પસંદગી થયેલ હશે તો ભુલ ધ્યાને આવતા જ પસંદગી રદ થવાને પાત્ર રહેશે.
  ૨૨. ઉમેદવારે પોતાના ખર્ચે પરીક્ષાના સ્‍થળે આવવાનું રહેશે.
  ૨૩. ઉમેદવારે પરીક્ષા સ્થળ કઇ જગ્યાએ આવેલુ છે તેની અગાઉથી ખાતરી કરી લેવી જેથી પરીક્ષાના દિવસે શોધવામાં મુશ્કેલી ન પડે.
  ૨૪. આ પરીક્ષાનું પરિણામ વેબસાઇટ http://ojas.guj.nic.in પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
  ૨૫. રીઝલ્ટ જાહેર થયા ૫છી અસલ પ્રમાણ૫ત્રોની ચકાસણી માટેની સુચના ૫ણ http://ojas.guj.nic.in/ ૫ર જણાવવામાં આવશે.

  ૨૬. જો ઉમેદવારને કોઈ મુશ્કેલી જણાયતો હેલ્પ સેન્ટર નંબરઃ ૦૭૯-૨૫૬૨૬૪૧૫ ઉપર અથવા ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સંપર્ક કરી શકે છે. અન્ય૬ કોઇ તકલીફ જણાય તો જરૂરી પુરાવા સાથે “પોલીસ ભરતી કંટ્રોલ રૂમ, જે.ડી. નગરવાલા સ્ટે ડીયમની સામે, પોલીસ હેડ કવાર્ટર, શાહીબાગ, અમદાવાદ“ ખાતે સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૮.૦૦ વાગ્યા સુધી રૂબરૂમાં સંપર્ક કરી શકે છે.