• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


11/1/15

INCOME TAX BACHAVAVA MATENI TIPS

માર્ચ મહિનો હવે બહુ દૂર નથી. ઇન્કમટેક્ષ બચાવવા માટેના વિકલ્પ પસંદ કરવામાં બહુ મોડું કરવાથી લાંબાગાળે નુકસાન થઈ શકે છે. મોટા ભાગના કરદાતા ઉતાવળમાં ટેક્ષ સેવિંગ માટે એવા વિકલ્પની પસંદગી કરે છે જે તેમને ટેક્ષ સેવિંગ માં તો લાભ કરે છે પરંતુ અન્ય લાભ મળી શકતા નથી. ઉદાહરણ તરીકે ટેક્ષ સેવિંગ માટે ઉતાવળમાં વગર વિચાર્યે યૂલિપ, એન્ડોમેન્ટ જેવા વિકલ્પ માં રોકાણ કરતા હોય છે. ઇન્કમટેક્ષ બચાવવાના જુદા જુદા વિકલ્પ ઉપલબ્ધ છે.દરેક કરદાતા ફાઇનેન્શલ પ્લાનિંગ કરાવ્યા પછી રોકાણ માટેના વિકલ્પ પસંદ કરે તે પણ સંભવ નથી. ઓછામાં ઓછા એવા વિકલ્પની પસંદગી કરવી જ જોઇએ જે ટેક્ષ સેવિંગની સાથે સાથે સારું વળતર પણ આપતા હોય. આજે એવા જ કેટલાક વિકલ્પની વાત કરવી છે. જો તમે તમારા ટેક્ષ પ્લાનિંગ કરી લીધું ન હોય તો તમારે માટે આ મદદગાર સાબિત થઈ શકે છે. વર્ષે 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર નથી ચૂકવવો પડતો કોઈ ટેક્ષ. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 3 લાખ રૂપિયા અને 80 વર્ષથી વધુની ઊંમરના વરિષ્ઠ નાગરિકો માટેની મર્યાદા 5 લાખ રૂપિયા છે. જો તમારી આવક આ રકમથી વધુ હોય તો જ ટેક્ષ સેવિંગના ઉપાય વિશે વિચારવું પડશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં રોકાણ એક સારો વિકલ્પ છે જે ટેક્ષ સેવિંગની સાથે સાથે લાંબાગાળા માટે સારી એવી મૂડી પણ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 15 વર્ષની મેચ્યોરિટી અવધિવાળી આ યોજનામાં રોકાણ કરી કલમ 80સી અંતર્ગત ટેક્ષ સેવિંગનો લાભ લઇ શકાય છે. મેચ્યોરિટી પર મળતા રૂપિયા (મૂળ રકમ અને વ્યાજ) પર પણ કોઈ કર ચૂકવવો નથી પડતો. 2014માં પીપીએફમાં રોકાણની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હાલમાં તેના પર 8.7 ટકા વ્યાજ મળે છે જે આકર્ષક છે. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં કલમ 80સી અંતર્ગત રોકાણ સૌથી આકર્ષક વિકલ્પ છે. આ એવા કરદાતાઓ માટે વધારે ઉપયુક્ત છે જે શેરબજાર સાથે જોડાયેલ જોખમ લઇને સારું એવું વળતર મેળવવા માગતા હોય. તેનો લોક-ઇન સમય ત્રણ વર્ષનો હોય છે. આ વિકલ્પ પણ કલમ 80સી અંતર્ગત આવે છે જેમાં રોકાણ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે. નેશનલ પેંશન સિસ્ટમ નેશનલ પેંશન સિસ્ટમ અથવા એનપીએસ પણ કલમ 80સીસીડી અંતર્ગત ટેક્ષ સેવિંગનો એક વિકલ્પ છે. નોકરીયાત કર્મચારી પોતાના પગાર (બેસિક અને ડીએ)ના 10 ટકા સુધીની કપાતનો લાભ લઈ શકે છે. કલમ 80 સીસીડીમાં વધુમાં વધુ રોકાણની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. ખાતું ખોલાવવાના પ્રક્રિયા જટિલ હોવાથી તે વધુ લોકપ્રિય નથી. એનપીએસ નિવૃત્તી માટે રૂપિયા ભેગા કરવાનો એક સારો વિકલ્પ છે. તેના જુદા જુદા ફંડ અંતર્ગત પાછલા પાંચ વર્ષમાં રોકાણકારોને 5-11 ટકાનું વળતર મળ્યું છે. તેની મેચ્યોરિટી રોકાણના 60માં વર્ષે પહોંચ્યા બાદ થાય છે. રોકાણના વિકલ્પોમાં ઈ(ઇક્વિટી), સી (કોર્ટોરેટ બોન્ડ્સ) અને જી (ગિલ્ટ્સ) ઉપરાંત લાઇફસાઇકલ ફંડ સામેલ છે. લાંબાગાળાના રોકાણ માટે ઇચ્છુક આ વિકલ્પની મદદ લઈ શકે છે. ટિયર-1 એકાઉન્ટમાં મેચ્યોરિટી પહેલા ઉપાડ થઈ શકતો નથી જ્યારે ટિયર-4 ખાતામાં તમારી જરૂરત હિસાબે રૂપિયા ઉપાડી શકાય છે. ટિયર-2 ખાતું એ જ વ્યક્તિ ખોલાવી શકે છે જેની પાસે ટિયર-1 ખાતું હોય. ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમમાં કલમ 80સી અંતર્ગત રોકાણ સૌથી આકર્ષક વિકલ્પ છે. આ એવા કરદાતાઓ માટે વધારે ઉપયુક્ત છે જે શેરબજાર સાથે જોડાયેલ જોખમ લઇને સારું એવું વળતર મેળવવા માગતા હોય. તેનો લોક-ઇન સમય ત્રણ વર્ષનો હોય છે. આ વિકલ્પ પણ કલમ 80સી અંતર્ગત આવે છે જેમાં રોકાણ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે. નેશનલ પેંશન સિસ્ટમ નેશનલ પેંશન સિસ્ટમ અથવા એનપીએસ પણ કલમ 80સીસીડી અંતર્ગત ટેક્ષ સેવિંગનો એક વિકલ્પ છે. નોકરીયાત કર્મચારી પોતાના પગાર (બેસિક અને ડીએ)ના 10 ટકા સુધીની કપાતનો લાભ લઈ શકે છે. કલમ 80 સીસીડીમાં વધુમાં વધુ રોકાણની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. ખાતું ખોલાવવાના પ્રક્રિયા જટિલ હોવાથી તે વધુ લોકપ્રિય નથી. એનપીએસ નિવૃત્તી માટે રૂપિયા ભેગા કરવાનો એક સારો વિકલ્પ છે. તેના જુદા જુદા ફંડ અંતર્ગત પાછલા પાંચ વર્ષમાં રોકાણકારોને 5-11 ટકાનું વળતર મળ્યું છે. તેની મેચ્યોરિટી રોકાણના 60માં વર્ષે પહોંચ્યા બાદ થાય છે. રોકાણના વિકલ્પોમાં ઈ(ઇક્વિટી), સી (કોર્ટોરેટ બોન્ડ્સ) અને જી (ગિલ્ટ્સ) ઉપરાંત લાઇફસાઇકલ ફંડ સામેલ છે. લાંબાગાળાના રોકાણ માટે ઇચ્છુક આ વિકલ્પની મદદ લઈ શકે છે. ટિયર-1 એકાઉન્ટમાં મેચ્યોરિટી પહેલા ઉપાડ થઈ શકતો નથી જ્યારે ટિયર-4 ખાતામાં તમારી જરૂરત હિસાબે રૂપિયા ઉપાડી શકાય છે. ટિયર-2 ખાતું એ જ વ્યક્તિ ખોલાવી શકે છે જેની પાસે ટિયર-1 ખાતું હોય. ટેક્ષ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ બેંકો ટેક્ષ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ એવા કરદાતાઓ માટે ઉપયુક્ત છે જે જોખમ લેવા નથી માગતા. તેમાં લોક-ઇન સમય પાંચ વર્ષનો હોય છે. કલમ 80સી અંતર્ગત તેમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ પર કપાતનો લાભ મળે છે. હાલમાં પાંચ વર્ષના ટેક્ષ સેવિંગ એફડી પર 9 ટકા સુધી વ્યાજ મળે છે. ધ્યાન રાખવા જેવી વાત એ છે કે તેનાથી મળતું વ્યાજ કર-મૂક્ત નથી હોતું. નિચલી કર-શ્રેણીમાં આવનારા કરદાતા આવી ફિક્સ્ડ ડિપોઝિટ પસંદ કરી શકે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કલમસ 80સી અંતર્ગત નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પણ ટેક્ષ સેવિંગમાં મદદગાર સાબિત થઈ શકે છે. પાંચ વર્ષના લોક-ઇન અવધિવાળા એનએસસીમાં વ્યાજદર 8.5 ટકા અને 10 વર્ષના લોક-ઇન અવધિ માટે વ્યાજદર 8.8 ટકા છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મળતું વ્યાજનું ફરી રોકાણ કરવામાં આવે છે. જો વ્યાજ અને મૂળ રકમ મળીને રોકાણ 1.5 લાખ રૂપિયાથી વધે તો તેના પર કર ચૂકવવો પડે છે. પેંશન સ્કીમ જીવન વીમા કંપનીઓ દ્વારા બે પ્રકારની પેંશન યોજનાઓ રજૂ કરવામાં આવી છે- ડેફર્ડ અને ઇમેડિએટ ન્યૂઈટી। ડેફર્ડ એન્યુઈટી અંતર્ગત તમે નિવૃત્તીની ઉંમર સુધી નિયમિત રોકાણ કરી શકો છો. નિવૃત્તી બાદ તમે જમા રકમના 60 ટકા રકમ ઉપાડી શકો છો અને બાકીની રકમ એન્યુઇટી ફંડમાં ફેરવી દર મહિને પેંશન મેળવી શકો છો. ઇમેડિએટ એન્યુઇટી પ્લાન અંતર્ગત તમે એક સાથે રોકાણ કરી આવતા મહિનાથી દર મહિને પેંશન મેળવી શકો છો. તેમાં રોકામ કરવા પર પણ તમે કલમ 80સીસીસી અંતર્ગત કપાતનો લાભ મેળવી શકો છો. યૂલિપ વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણએ 2010માં દિશાનિર્દેશ બહાર પાડી યૂલિપના ખર્ચા ઓછા કરી નાખ્યા છે. કેટલીક યૂલિપને છોડી દઇએ તો ઈએલએસએસની તૂલનામાં હજુ પણ તે મોંઘી છે. તેની લોક-ઇન અવધિ પાંચ વર્ષ છે. જો તમે કલમ 80સી અંતર્ગત તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ધ્યાન રાખવું કે તેના પર સારું વળતર ત્યારે જ મળશે જ્યારે તમે સતત 10 વર્ષ કરતા વધુ સમય સુધી રોકાણ કરવાનું ચાલુ રાખશો. સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ કલમ 80સી અંતર્ગત કર કપાતનો લાભ લેવા માટે 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (એસસીએસએસ)માં રોકાણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિની ઉંમર 55 વર્ષ કરતા વધુ હોય અને 60 વર્ષ પહેલા જ તે સ્વૈચ્છિક નિવૃત્તી લઇ લે તો તેવી વ્યક્તિ પણ આ સ્કીમનો લાભ લઈ શકે છે. તેના પર વર્ષે 9.20 ટકા વ્યાજ મળે છે જે ત્રિમાસીક ધોરણે મળે છે. રોકાણના પાંચ વર્ષ પહેલા તેમાંથી કોઈ રકમ ઉપાડી શકાત નથી. રિટાયરમેન્ટ ફંડ મ્યુચ્યુઅલ ફંડ જેવા યૂટીઆઇ રિટાયરમેન્ટ બેનીફિટ પ્લાન અને ટેંપલટન ઇન્ડિયા પેંશન પ્લાનમાં રોકાણ કરવા પર પણ તમે કલમ 80સી અંતર્ગત કપાતનો લાભ લઈ શકો છો. This only for info.... Source Divyabhasakar Newspaper, Date 10.01.2015, News Plus 36