• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


3/12/14

BADLI THAYEL SHIXAKO NE CHHUTA NA KARTA TALUKA SHIXAN ADHIKARI NE NOTICE-KHEDA

બદલી થયેલા શિક્ષકોને છૂટા ન કરાતાં તાલુકા શિક્ષણાધિકારીઓને નોટિસ ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનો વધ-ઘટનો બદલી કેમ્પ વેકેશન ખુલતાં અગાઉ જ યોજવામાં આવ્યો હતો.જિલ્લાભરમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની ફરિયાદો ઉઠતી હતી,જ્યારે શિક્ષકોના મહેકમ કરતાં વધુ પડતી ઘટ હોવાને કારણે અન્ય શાળાઓમાં અને તાલુકાઓમાં શિક્ષકોની વધ હોવાનું ધ્યાને આવ્યું હતું.ખેડા જિલ્લાના બાલાસિનોર,કપડવંજ અને વિરપુર તાલુકામાં શિક્ષકોની વધ હોવાને આ ત્રણેય તાલુકાઓમાંથી વધ પડેલા શિક્ષકોને અન્ય તાલુકાઓની શાળાઓમાં બદલીઓ થઈ હતી,જેને કારણે તેઓને વતનથી દૂર જવાનું આવતાં બદલીનો ઓર્ડર થયો હોવા છતાં યેનકેન પ્રકારે છુટા થતા નહોતા.બદલીનો ઓર્ડર થયો હોવા છતાં છુટા નહિ થવા મામલે જે તે શાળાના મુખ્ય શિક્ષકો તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને નોટિસ આપીને બે દિવસમાં છુટા કરવાની સ્પષ્ટ સુચના સાથે ખુલાસો માંગવામાં આવ્યો છે. ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનો વધ-ઘટનો બદલી કેમ્પ નવા સત્રમાં યોજવામાં આવ્યો હતો.જો કે કેમ્પમાં બદલી પામેલા અનેક શિક્ષકો બદલીનો ઓર્ડર થઈ ગયો હોવા છતાં બદલીની શાળામાં જવાનું યેનકેન પ્રકારે ટાળી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.દિવાળી પછીનું સત્ર શરૂ થયે એક મહિના જેટલો સમય થયો હોવા છતાં બદલી પામેલા શિક્ષકો ઘટ ધરાવતી શાળામાં હાજર ન થતાં આવી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણને માઠી અસર પહોંચી રહી છે.ઘટ ધરાવતી શાળાઓમાં શિક્ષકોના અભાવે અનેક શાળાઓમાં એક થી વધુ વર્ગને એક જ શિક્ષકને સંભાળવો પડતો હોવાનું જોવા મળે છે. આ સમગ્ર મામલો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જાદવને ધ્યાને આવતાં તેઓએ બદલીનો ઓર્ડર થયો હોવા છતાં જે તે શિક્ષકને બદલીની શાળામાં જવા માટે છુટા કરવામાં બેદરકારી દાખવનાર મુખ્ય શિક્ષક તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને નોટિસ આપીને બે દિવસમાં જ તમામ શિક્ષકોને છુટા કરવાની અને લેખિત ખુલાસો કરવા જણાવતાં મહિનાથી બદલી થઈ હોવા છતાં છુટા નહિ થનારા શિક્ષકોએ શામ,દામ,દંડ,ભેદ અજમાવીને બદલીનો ઓર્ડર રદ્દ કરાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ખેડા જિલ્લાના બાલાસિનોર,કપડવંજ તેમજ વિરપુર તાલુકામાં બદલીઓ કરાવવા માટે શિક્ષકોમાં ભારે હોડ હોય છે,ત્યારે આવા તાલુકામાંથી અન્ય તાલુકામાં બદલી પામેલા શિક્ષકો કોઈપણ ભોગે પોતાની શાળા છોડવા તૈયાર થતા નથી.ત્યારે આ મામલે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા કડક વલણ અપનાવીને તમામને છુટા કરવાનો આદેશ કર્યો હતો.કપડવંજ તાલુકાના ૧૭,બાલાસિનોર તાલુકાના ૧૬ અને વિરપુર તાલુકાના ૦૩ મળીને ૩૬ શિક્ષકોની અન્ય તાલુકાઓની શાળામાં બદલીઓ કરવામાં આવી છે,ત્યારે આ તમામને બદલીના સ્થળે હાજર કરવામાં આવે તે ઈચ્છનીય છે.આ ઉપરાંત જે તે તાલુકાઓમાં પણ વધ-ઘટના બદલી કેમ્પમાં બદલી પામેલા શિક્ષકો હજીસુધી છુટા થયા નથી,આ તમામ શિક્ષકોને બે દિવસમાં છુટા કરવાની કડક સુચના આપવામાં આવી