• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


3/11/14

STD.10-12 FORM BHARAVA BABAT


૧૦ નવે.થી ધો.10-12ની બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરાશે
વેકેશન બાદ ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ કરાશે

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની આગામી માર્ચ-૨૦૧૫માં લેવામાં આવનારી પરીક્ષા માટે ૧૦ નવેમ્બરથી ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. વેકેશન પૂર્ણ થતાની સાથે જ બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરાશે. આ માટે બોર્ડે તાજેતરમાં સ્કૂલોને ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ પણ મોકલી દીધા છે. આ વખતે ખાનગી ઉમેદવારો પણ કોઈ પણ સ્કૂલમાંથી પરીક્ષા માટેના ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાઓ માર્ચ-૨૦૧૫માં લેવામાં આવનાર છે. પરીક્ષાને આડે હજુ ઘણા મહિના બાકી છે પરંતુ બોર્ડ દ્વારા અત્યારથી જ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પરીક્ષા માટેના ફોર્મ ભરાવવાની કામગીરી શરૂ કરી દેવાશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડ દ્વારા ધોરણ-૧૦ના ઓનલાઈન ફોર્મ ભરાવવાની કામગીરી ૧૦ નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ફોર્મ ૧૫ નવેમ્બરથી ભરાવવામાં આવશે.
ધોરણ-૧૦માં માર્ચ-૨૦૧૪ની પરીક્ષામાં સાડા નવ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જોકે આ વખતે આ આંકડો ૧૦ લાખને પણ પાર કરી જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ માર્ચ-૨૦૧૪ની પરીક્ષામાં ૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
જોકે આ વખતે તેમને આંકડો પણ સવા પાંચ લાખ જેટલો થાય તેવી શક્યતાઓ છે. આ વખતે ખાનગી ઉમેદવારોને પણ નિયત કરેલી સ્કૂલોના બદલે કોઈ પણ સ્કૂલમાંથી પરીક્ષા માટેના ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.