• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


14/11/14

GUJARAT NE MALI NEW CHANEL BANDWIDTH

શૈક્ષણિક અને તાલીમ માટે ગુજરાતને બેંડવિથ મંજૂર.
ગાંધીનગર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે ગુજરાતને વિવિધ શૈક્ષણિક અને તાલીમ, સજાગતાના કાર્યક્રમો માટે સેટેલાઇટના માધ્યમથી પ્રસારણ કરવા ૩૬ મેગાહ્રસ બેંડવિથના ઉપયોગની મંજૂૂરી આપી છે. આ બેંડવિથની મંજૂૂરી મળતાં હવે ૧૬ જેટલી ચેનલો ગુજરાત શરૂ કરી શકશે. ગુજરાત સરકારના બાયસેગ-સેટકોમને આ બેંડવિથનો ઉપયોગ શરૂ કરવા આપેલી ત્વરિત મંજૂૂરી માટે કેન્દ્રની સરકારનો મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે.
ગુજરાતને બેંડવિથના ઉપયોગની મંજૂૂરીથી હવે ૧૬ જેટલી શિક્ષણ વિષયક નવી ચેનલો દ્વારા કૌશલ્યવર્ધન અને તાલીમને લગતા કાર્યક્રમો, ધો. ૧૦, ૧૧ અને ૧૨ના ગણિત અને વિજ્ઞાાનના વિષયોના કોચિંગ, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, તકનિકી, તબીબી શિક્ષણને લગતા કાર્યક્રમો, નોકરી માટેની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે માર્ગદર્શન, રોજગાર ક્ષમતા વધારવા માટેના કાર્યક્રમો (ઇન્ડસ્ટ્રીઝના સહયોગ સાથે) આરોગ્ય, કૃષિ અને પશુપાલનને લગતા કાર્યક્રમો, વિભાગીય તાલીમ કાર્યક્રમોનું આયોજન અને પ્રસારણ કરી શકાશે.