• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


16/10/14

SBI-ATM RELATED NEWS

SBIએ ATM યૂસેઝ માટે જાહેર
કર્યા નવા નિયમ
15 Oct 2014, 1319 hrs IST
મયૂર શેટ્ટી, મુંબઈ: 1લી નવેમ્બરથી હવે
એટીએમ કાર્ડ ધારકોને
પોતાની બેંકમાંથી પણ અમુક
ટ્રાન્ઝેક્શન બાદ ચાર્જ ચૂકવવો પડશે
ત્યારે આ અંગે દેશની સૌથી મોટી બેંક
એસબીઆઈએ એક મહત્વનો નિર્ણય
કર્યો છે.
બેંકે પોતાની લેટેસ્ટ
માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે,
1લી નવેમ્બરથી જે
ગ્રાહકોના અકાઉન્ટમાં મહિને 25,000
રૂપિયા સુધી બેલેન્સ મેઈન્ટેઈન થતું હશે
તે મહિને ચાર વાર
એટીએમનો ફ્રી યૂસેઝ કરી શકશે.
ત્યારબાદ તેમને ચાર્જ ભરવાનો રહેશે.
જ્યારે, 25,000થી વધુ માસિક બેલેન્સ
મેઈન્ટેઈન
કરતાં ગ્રાહકો એસબીઆઈના એટીએમનો અનલિમિટેડ
યુસેઝ કરી શકશે. જોકે, થર્ડ
પાર્ટી એટીએમનો ત્રણ વારથી વધુ
વખત ઉપયોગ કરવા પર તેમને ચાર્જ
આપવો પડશે. બેંક મહિના દરમિયાન
બ્રાંચ પર ન જનારા ગ્રાહકોને હોમ
નેટવર્ક પર ફ્રી ટ્રાન્ઝેક્શન
પાંચથી વધારી નવ સુધી કરી આપશે.
જે ગ્રાહકો 1 લાખથી વધારેનું એવરેજ
બેલેન્સ ધરાવતા હશે તેઓ દેશના ગમે
તે એટીએમનો ફ્રી અનલિમિટેડ યૂઝ
કરી શકશે. જોકે, જે ગ્રાહકોનું એવરેજ
બેલેન્સ 25,000 રૂપિયાથી ઓછું હશે
તેઓ હોમ બેંક એટીએમમાંથી માસિક
પાંચ જ્યારે અન્ય
બેંકના એટીએમમાંથી ત્રણ
ટ્રાન્ઝેક્શન કરી શકશે. ત્યારબાદ હોમ
એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરવા પાંચ
જ્યારે અન્ય બેંકમાંથી ટ્રાન્ઝેક્શન
કરવા 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.