• CHANDAN

  • CHANDAN

    CHANDAN

  • CHANDAN


8/10/14

Kheda-94 vidhyasahayak ne suspend karvana court na order par stay



વિદ્યાસહાયકને ફરજ મોકુફ
કરવા સામે વચગાળાનો મનાઈ
હુકમ
નડિયાદ, તા. ૭
૨૦૦૮ના વર્ષમાં ખેડા જિલ્લામાં વિદ્યાસહાયકોના ભરતી કૌભાંડમાં થોડા દિવસો પહેલા જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી (ડીપીઈઓ)દ્વારા ૯૪
વિદ્યાસહાયકોને ફરજ મૌકુફ
કરવાના નિર્ણયને
હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.જેમાં સિંગલ
જજની બેચ દ્વારા એક અરજદાર
વિદ્યાસહાયકને વચગાળાનો મનાઈ હુકમ
આપવામાં આવ્યો છે.તેમજ આ
કેસમાં ગુજરાત સરકાર અને
જિલ્લા પંચાયત (ખેડા નડીઆદને) નોટીસ
આપવમાં આવી છે.
થોડા દિવસો પહેલા ડીપીઈઓ
સી.એમ.જાદવ દ્વારા ડભાણ ખાતે ૧૦૪
વિદ્યાસહાયકોને નોટીસ
આપી સુનાવણી માટે બોલાવાયા હતા.જે
પૈકી ૯૪ વિદ્યાસહાયકોને તાજેતરમાં ફરજ
મૌકુફ કરવાનો હુકમ કરાયો હતો.આ હુકમને
ઠાસરા તાલુકાના ડાકોર
પાસેના સિમલજની પ્રાથમિક શાળાના એક
વિદ્યાસહાયક શિક્ષિકાએ
હાઈકોર્ટમાં પડકાર્યો હતો.જેમાં ટ્રાયલ
બેઝ પર સિંગલ જજ
દ્વારા ડીપીઈઓના હુકમ સામે
વચગાળાનો મનાઈ હુકમ
ફરવામાં આવ્યો છે.
તેમજ આ કેસમાં વધુ
સુનવણી આગામી તારીખ
૨૪-૧૧-૧૪ના રોજ મુલતવી રખાઈ છે.આ
સ્ટે ઓર્ડર બાદ ફરજ મૌકુફ કરાયેલા અન્ય
વિદ્યાસહાયકો દ્વારા પણ કાયદાકીય રીતે
હાઈકોર્ટનું શરણું લઈ મનાઈ હુકમ
માંગવાની તજવીજ શરુ કરાઈ
છે.આગામી એક
અઠવાડીયામાં બાકીના વિદ્યાસહાયકોને
પણ આ રીતે મનાઈ હુકમ મળે
તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

courtesy : kj parmar